સાબરકાંઠા ઉજવાયું મતદાનનું મહાપર્વ: સ્થાનિક સ્વરાજની સંસ્થામાં સરેરાશ ૭૧.૦૧ ટકા મતદાન

Gujarat News

સાબરકાંઠા જિલ્લા/તાલુકા પંચાયતના ૯,૧૨,૯૦૩ મતદારો પૈકી ૬૪૮૨૩૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

હિંમતનગર નગરપાલિકામાં ૫૪.૩૬ વડાલી નગરપાલિકામાં૭૪.૮૫ અને તલોદ નગરપાલિકાના બે વોર્ડની પેટાચૂંટણીમાં ૬૬.૯૭મતદાન

       લોકશાહીના મહાપર્વમાં સાબરકાંઠાવાસીઓ ઉત્સાહભેર જોડાઇને સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં વિક્રમી ૭૧.૦૧ ટકા મતદાન કર્યુ હતું. સાબરકાંઠામાં જિલ્લા પંચાયતની ૩૬ અને તાલુકા પંચાયતની ૧૭૨ બેઠકો માટે ૧૧૭૨ મતદાન મથકો જયારે હિંમતનગર નગરપાલિકાના ૯ વોર્ડ, વડાલી નગરપાલિકાના ૬ વોર્ડ તથા તલોદના બે વોર્ડની પેટાચૂંટણી માટે ૧૦૭ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. જેમાં જિલ્લા/તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ૯,૧૨,૯૦૩ મતદારો પૈકી ૬૪૮૨૩૩ મતદાન કર્યુ હતું. જયારે હિંમતનગર, વડાલી અને તલોદ નગરપાલિકામાં નોંધાયેલ ૮૩૨૬૩ મતદાર પૈકી૪૯૧૫૦ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

                જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું, જિલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ નોંધાયો હતો. જિલ્લા કલેકટર શ્રી ડૉ. રાજેન્દ્ર પટેલે તલોદ તાલુકાના મતદાન મથકોની ચકાસણી  કરી હતી.