હિંમતનગર કલેક્ટર કચેરીમાં રોગપ્રતિકારક ઉકાળાનું વિતરણ કરાયું

Uncategorized

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ કરાયું હતું. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. કોરોનાને નાથવા માટે નાગરીકોની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય તે માટે આયુર્વેદ શ્રેષ્ઠ પુરવાર થઈ રહ્યુ છે. જિલ્લામાં વધુમાં વધુ લોકો આયુર્વેદિક ઉકાળાનુ સેવન કરી કોરોના સામે રક્ષણ મેળવી શકે તે માટે

સાબરકાંઠા (સામાજીક વનીકરણ વિભાગ) વનવિભાગ,અને રાજયની અગ્રીમ વનમંડલી,માલપુર (જી.અરવલ્લી) દ્વારા લોકોને ભરપુર પ્રમાણમાં રોગપ્રતિકારક શક્તિ પુરી પાડનાર ઔષધિય ઉકાળા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ઉકાળાનો લાભ કલેકટરશ્રી તેમજ જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ અન્ય નાગરીકોએ લાભ લઈ પોતાની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કર્યો હતો.