સાબરડેરીના અધ્યક્ષ શ્રી શામળભાઇ પટેલની ગુજરાત મિલ્કમાર્કેટીંગ ફેડરેશનના ચેરમેનપદે વરણી કરાઇ

Uncategorized

સાબરડેરીના અધ્યક્ષ શ્રી શામળભાઇ પટેલની ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેનપદે વરણી કરાઇ

સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકોની જીવાદોરી સમી સાબર ડેરીના અધ્યક્ષશ્રી શામળભાઇ પટેલની ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેનપદે વરણી થતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના નવા વરાયેલા ચેરમેન-વાઇસ ચેરમેનને હ્વદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે

મુખ્યમંત્રીશ્રીએ સાબર ડેરીના અધ્યક્ષ શ્રી શામળભાઇ પટેલની ફેડરેશનના ચેરમેન તરીકે અને કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના અધ્યક્ષ શ્રી વાલમજી હુંબલની વાઇસ ચેરમેન તરીકે વરણી અંગે તેમને અભિનંદન આપ્યા છે

શ્રી વિજયભાઇ રૂપાણીએ ફેડરેશનના આ બે નવા નેતૃત્વકર્તાઓના માર્ગદર્શનમાં ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન અને તેને સંલગ્ન દૂધ સંઘો-ડેરીઓ શ્વેતક્રાંતિમાં ગુજરાતને વધુ અગ્રેસરતા પ્રાપ્ત કરાવે તેવી શુભકામનાઓ પણ આપી હતી.