સાબરકાંઠામાં મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિત્તે વેબિનાર યોજાયો પ્રથમ દિવસ મહિલા સુરક્ષા દિન ઉજવાયો

Gujarat News

સાબરકાંઠા જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીના પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને ધ્યાને રાખી વધુ લોકો એકઠા ના થાય તે માટે સરકારની ગાઇડ લાઇન મુજબ વિજાણુ માધ્યમો દ્રારા મહિલાઓને જાણકારી આપવામાં આવી હતી.

મહિલા સુરક્ષા દિવસ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન મહિલા હેલ્પલાઇનની સેવાનો ઉપયોગ કોણ કરી શકે? ઘરેલું અથવા અન્ય પ્રકારની હિંસાનો ભોગ બનેલકોઈ પણ કન્યા,મહિલાને મદદરૂપ બનનાર કોઈ પણ પુરૂષ આ સેવાનો ઉપયોગ કરી શકે. હિંસાના સંજોગોમાં તાત્કાલિક બચાવ. જો કોઈ મહિલા ઘરેલું અથવા અન્ય પ્રકારની હિંસાનો ભોગ બની રહી હોય અથવા તેને એવો ભાય હોય તો તે અભયમ્ ૧૮૧ હેલ્પલાઇન પર ફોન કરી તાત્કાલિક મદદ મેળવી શકે છે.

મહિલા પખવાડિયા નિમિતે, વિવિધલક્ષી મહિલા કેન્દ્રો, પી.બી. એસ. સી. સેન્ટર, અભયમ હેલ્પલાઇન ૧૮૧, નારી કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર, જેવી સાબરકાંઠા અને અરવલ્લીની સંસ્થાઓને સંકલનમાં રાખીને વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઇન પ્લેટફોર્મનો મહતમ ઉપયોગ કરી, અને ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલ નંબર ૧ થી પ્રસારિત થનાર કાર્યક્રમો વધુમાં વધુ લોકો નિહાળે તેવા પ્રયત્નો કરવા તથા દરેકે પોતાની કક્ષાએથી અત્રેના માર્ગદર્શન હેઠળ વિજાણુ માધ્યમો દ્વારા ઇનોવિટીવ કાર્યક્રમો કરવા માર્ગદર્શન તેમજ સૂચના આપવામાં આવી.