શાળા બંધ છે શિક્ષણ નહિ” નું રચનાત્મક ઉદાહરણ પુરૂ પાડતી અરવલ્લીની ૩૯૨ શાળાઓ અરવલ્લીમાં ઘરે બેઠા વર્ચુયલ ક્લાસનો લાભ લેતા ૪૨૧૭ વિધાર્થીઓ

Uncategorized

કોરોનાના મહામારીના કારણે વિધાર્થીઓ સમગ્ર રાજયમાં શાળાઓ બંધ કરવામાં આવી છે ત્યારે વિધાર્થીઓને ઘર આંગણે શિક્ષણ મળી રહે તે માટે ઇ-લર્નિગની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અરવલ્લીની ૩૯૨ શાળાઓએ મોબાઇલના માધ્યમથી વર્ચુયલ ક્લાસનો આરંભ કરી રચનાત્મક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

અરવલ્લીમાં કોરોનાનો વ્યાપ વધતા કોરોનાનો આંક ૨૯૦ને પાર પંહોચી ગયો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારનો પણ સમાવેશ થાય છે. જેને લઇ ગ્રામ્ય વિસ્તારમાં બંધ પ્રાથમિક શાળાના વિધાર્થીઓના શિક્ષણ કાર્યને માઠી અસર ન થાય તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિધાર્થીઓને ડી.ડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલ મારફતે હોમ લર્નિગનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે માઇક્રોસોફ્ટ ટીમ એપ દ્વારા એન્ડ્રોઇડ ફોન અને યુ-ટ્યુબના માધ્યમથી વિધાર્થીઓને ઘરે બેઠા નિયમિત અને નવનીત પ્રયત્નો થકી શિક્ષકો વિષય વસ્તુ નિરૂપણને રસપ્રદ બનાવી વિધાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે.

જેમાં અરવલ્લીના ભિલોડાના ૯૬ વર્ચુયલ ક્લાસ દ્વારા ૧૨૪૪ વિધાર્થીઓને, માલપુરના ૩૯ ક્લાસમાં ૨૬૯, મેઘરજમાં ૪૬ ક્લાસ દ્વારા ૪૪૯, મોડાસાના ૬૭ ક્લાસ દ્વારા ૬૦૮, બાયડના ૯૮ ક્લાસ દ્વારા ૯૯૨ અને ધનસુરાના ૪૬ ક્લાસ દ્વારા ૬૫૫ મળી સમગ્ર જિલ્લામાં ૩૯૨ વર્ચુયલ ક્લાસ દ્વારા ૧૨૪૪ વિધાર્થીઓને ઘરે બેઠા મોબાઇલના માધ્યમથી શિક્ષણ મળી રહ્યુ છે.