માલપુર તાલુકામાં ૧૩૦૦થી વધુ લોકોએ ઔષધિય ઉકાળાનો લાભ લીધો

Gujarat News

ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદને અક્સીર ઇલાજ માનવામાં આવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કોરોનો વ્યાપ વધતા શહેર અને ગામના લોકો સંક્રમણની અસરમાં આવ્યા છે. જેને લઇ માલપુરના આયુર્વેદ કચેરી તથા સ્થાનિક વનમંડળીના સંયુક્ત ઉપક્રમે માલપુરના કોરોનાગ્રસ્ત વિસ્તાર તથા ઉભરાણ ગામે નિશૂલ્ક ઔષધિય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોના સામેની જંગમાં લોકોમાં રોગપ્રતિકાર શક્તિ જળવાય રહે તે માટે ગળો, અરડુસી,તુલસી અને ફૂદીના સહિતના ઔષધિય વનસ્પતિઓનો રસને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ત્યારે માલપુરની વૃક્ષ ઉછેર ગ્રામવન વિકાસ મંડળના દિનેશભાઇ ઉપાધ્યાય અને સરકારી આયુર્વેદ દવાખાનાના ર્ડો. અમિતાબેન પટેલ સહિત વનમંડળીના સંયોજક યશ પંડયા, હેરીક ઉપાધ્યાય, ડંકીત પંડયા, વિવેક ગોર દ્વારા માલપુરમાં જયાં કોરોનાના કેસ સામે આવ્યા છે તેવા નિયત્રિંત વિસ્તારના વલ્લભફળી, દરબારગઢ, ખાડીયા ચાર રસ્તા અને અંધારીફળીના ૭૫૦થી વધુ લોકો અને ઉભરાણના ૬૦૦થી વધુ લોકોને ઔષધિય આયુર્વેદ ઉકાળાનું વિતરણ કર્યુ હતું