ગલોડિયા ગામેલીલુડા વનની પરિકલ્પના સાકાર કરવા જિલ્લા કલેક્ટરશ્રી સી.જે. પટેલ દ્વારા ૧૦૨૪વૃક્ષો ઉછેરનો બીલીપત્ર વૃક્ષ વાવી પ્રારંભ કર્યો

Gujarat News

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગ્રામ પંચાયતની જમીનમાં ખુલ્લા પ્લોટમાં લીલુડા વન અને ઝડપી આવક સાથે ગ્રામજનોને રોજગારી સાથે ફળાઉ તેમજ ઇમારતી લાકડું મળે તે આવકમાંથી ગ્રામ પંચાયત આવક મેળવીને ગામના વિકાસ કામો કરીને સ્વાવલંબી બને સમૃદ્ધ બને તેવા ઉમદા હેતુસર જિલ્લા કલેક્ટરશ્રી સી. જે પટેલના હસ્તે પવિત્ર શ્રાવણ માસમાં બીલીપત્રના છોડનું વાવેતર કરી ૧૦૨૪ વૃક્ષોના પ્લોટમાં વૃક્ષ વાવેતર અને ઉછેરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્ર પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડામોર તથા સામાજિક વનીકરણ વિભાગના અધિકારી દ્વારા વૃક્ષ રોપીને તથા શ્રમિકોને માસ્કનું વિતરણ કરીને મહામારીથી બચવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી. સાથે જે આજે વૃક્ષો વાવીએ છીએ તેનું જતન કરી હરિયાળા બનાવવાની હિમાયત કરી હતી.

આ પ્રસંગે ગામના સરપંચ વિનોદભાઇ પટેલ દ્વારા જિલ્લા કલેકટરશ્રીને વિગતો આપતા જણાવ્યું હતું કે સામાજીક વનીકરણ યોજના અન્વયે વર્ષ ૨૦૧૨માં આઠ હેક્ટર ૨૦૧૪માં ૧૨ હેકટર અને ૨૦૧૭માં છ હેક્ટર જમીનમાં નીલગિરિનાં વૃક્ષોનું વાવેતર કર્યુ હતું જયારે ચાલુ સાલે જાપાનની મિયાવાકી પદ્ધતિથી ૨૦X ૨૦ના ક્ષેત્રફળમાં રોપાઓનો ઉછેર કરવામાં આવશે. જેમાં સેન્દ્રીય ખાતર નાળિયેરના છોતરા, માટી, ઘઉનું ભુસુ ડાંગરનું પરાળ આ ક્યારાઓમાં પાથરવામાં આવે છે અને પછી રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. સમાયંતરે પાણીનો છંટકાવ કરવાની જાપાનની આ મિયાવાકી વૃક્ષઉછેર પદ્ધતિથી છોડનો ઝડપી વિકાસને ઝડપી ઉપજ મળતી થશે. જેના લીધે ગ્રામ પંચાયતની આવકમાં વધારો થશે અને નવિન વિકાસના કાર્યો હાથ ધરાશે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલી પ્રોજેક્ટમાં મનરેગા યોજના હેઠળ શ્રમિકોને પાણી છાંટવા, રોપાઓની માવજત અને ચોકીદારી થકી માણસોની કાયમી રોજી મળતી થશે

ગલોડીયાને હરીયાળા બનાવવાની વાત કરતા સરપંચે કહ્યુ હતું કે, ગ્રામ પંચાયતમાં ૭૨ હેક્ટર ગૌચર જમીન છે જે પૈકી ૧૫ હેકટર ખુલ્લી જમીન છે જે નદી કિનારાનો વિસ્તાર છે જેના થકી વૃક્ષ નો ઝડપી વિકાસ થાય છે અમે વધુ વૃક્ષો વાવીને આપણા વિસ્તારની હરિયા હરિયા કરવા અમે સંકલ્પ બદ્ધ છીએ વનવિભાગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહકારથી આજે અમે સુંદર રીતે વૃક્ષ ઉછેર અને વાવેતર કરી રહ્યા છીએ અન્ય ગ્રામ પંચાયતો પણ આ માર્ગે ચાલે તો સરકારી ગ્રાન્ટ ન હોય તો પણ ગામનો વિકાસ થઈ શકે ગામડાઓ આત્મનિર્ભર બની શકે છે