આવો આપણે સૌ સાથે મળીને ૭૧મો જિલ્લા વનમહોત્સવને વૃક્ષ વાવીને વધાવીએ સાબરકાંઠા – અરવલ્લી “એક સાથ એક વૃક્ષવાવીએ”

Uncategorized

આવો આપણે સૌ સાથે મળીને ૭૧મો જિલ્લા વન મહોત્સવને વૃક્ષ વાવીને વધાવીએ સાબરકાંઠા – અરવલ્લી “એક સાથ એક વૃક્ષ વાવીએ”

*****************

સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા(ઉત્તર) હિંમતનગર દ્વારા 16,૦5,૦૦૦ તથા અરવલ્લી 12,74,000 મળી કુલ 28,79,000 કુમળા ઉછરેલા રોપા આપના હાથનો સાથ માગે છે. જમીન સાથે જોડાવાનો સંકલ્પ માગે છે.

*****************************

વિસ્તરણ રેન્જ હિંમતનગર, ઈડર, વડાલી, પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા, વિજયનગર, મોડાસા, ધનસુરા, બાયડ, માલપુર, મેઘરજ અને ભિલોડા મળી કુલ ૧૩ રેન્જના પ.વ.અ. શ્રી નો સંપર્ક કરવાથી નજીકની નર્સરીમાં રોપા મળી શકશે.

*******************************

“છોડમાં રણછોડ” આપની રાહ જુએ છે. આવો વાવો એક વૃક્ષ આવતી કાલના પર્યાવરણના જતન માટે હરીયાળા વનો તરફ કોરોના ની કહેર વચ્ચે એક વૃક્ષ વાવી લીલાલેર કરીએ.

********************************