અરવલ્લીની ૬૦૪૪થી વધુ સર્ગભાઓની સંભાળ લેતુ આરોગ્ય તંત્ર

Uncategorized

અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસને લઇ ૨૮૦થી વધુ લોકો સંક્રમિત થયા છે. ત્યારે આવા સમયે કોરોનાનું સંક્રમણનું સૌથી વધુ જોખમ સર્ગભાઓ,ધાત્રી માતાઓ અને નાના બાળકો પર હોય છે, ત્યારે આવી કોરોનાની કપરી પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કરી તેમના આરોગ્યની ખાસ દરકાર રાખવામાં આવી રહી છે.

અરવલ્લી જિલ્લાના ૭૦૦થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે, જેમાં દર બુધવારે મમતા દિવસ નિમિત્તે ગામની સર્ગભા, ધાત્રીમાતા, નાના બાળકોને રસીકરણ તેમજ કિશોરીઓ ટેબલેટ વિતરણ અને આરોગ્ય વિષયની જાણકારી આપવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અરવલ્લીમાં કોરોનો વ્યાપ ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપતા આંગણવાડી કેન્દ્રની કાર્યકર અને તેડાગર બહેનો સર્ગભાઓ કોરોનાથી સંક્રમિતન થાય તે રીતે રસીકરણનું ખાસ આયોજન હાથ ધર્યુ છે.

જિલ્લાના કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાયની આંગણવાડી કેન્દ્રમાં માત્ર મર્યાદિત એવા પાંચ-પાંચની સંખ્યામાં માતા-બાળકને બોલાવવામાં આવે છે. જેમને સામાજીક અંતર સાથે બેઠક વ્યવસ્થા કરી તેમના રસીકરણ કર્યા બાદ અન્ય સર્ગભાઓને બોલાવમાં આવે છે. એમાં ય આરોગ્ય કાર્યકર દ્વારા ફરજીયાત માસ્ક, હેન્ડ ગ્લોવઝ તેમજ હાથ સેનિટાઇઝ કર્યા બાદ જ રસીકરણ કરાય છે. જેમાં જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલ ૬૦૪૪ સર્ગભા બહેનોને ટી-ટીના બુસ્ટર ડોઝ, પ્રથમ, દ્વિતીય અને તૃતીય, એન્ટીનેટલ સેવાઓ ઘરે બેઠા સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.