અરવલ્લીના ૪૦૦૭૧ લોકોને ઇમ્યુનીટી કિટનું વિતરણ કરાયું હોમ કોરોન્ટાઇન કરાયેલા ૭૨૧ પૈકી ૬૩૮ ને કિટ અપાઇ

Uncategorized

અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટીવના ૨૯૦થી વધુ દર્દીઓ નોંધાયા છે ત્યારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને કેન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આ વિસ્તારમાં આવતા લોકોને સંક્રમણનું જોખમ રહેતુ હોય છે તેની સાથે નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારના લોકોની રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય જેથી કોરોનાને અટકાવી શકાય તેના માટે આરોગ્ય વિભાગ દ્વારા ઇમ્યુનિટી કિટનું વિતરણ કરવામાં આવતુ હોય છે.

જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોરોના પ્રભાવિત અને તે સિવાયના અન્ય વિસ્તારના ભિલોડામાંથી ૫૭૫૧, ધનસુરામાં ૭૮૪, મેઘરજમાં ૧૬૬૧, મોડાસામાં ૧૭૬૯૨, માલપુરમાં ૮૮ જયારે બાયડમાં ૧૪૦૯૫ મળી કુલ ૪૦૦૭૧ લોકોને ઇમ્યુનીટી કિટનું વિતરણ કરવામાં આવી છે. આની સાથે કોરોનાનું જોખમ સૌથી વધારે હોય તેવા સર્ગભાઓ, વૃધ્ધો અને બાળકોની ઓળખ કરી તેમનામાં રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિટામીન-સી, ડી અને વિટામીન-એ ની ટેબલેટ તથા ઉકાળા સહિતની ઇમ્યુનિટી કિટનું વિતરણ કરાયું જયારે ભિલોડાના ૮૫, મેઘરજના ૧૩૪, મોડાસાના ૧૯૨ અને બાયડના ૨૨૭ મળી કુલ ૬૩૮ હોમ કોરોન્ટાઇન કરાયેલા વ્યક્તિઓને ઇમ્યુનિટી કિટનું વિતરણ કરાયું છે.