સાબરકાંઠા જિલ્લા ના ઇડર શહેર માં યુવા પરિવર્તન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ઇડર પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું

Gujarat News

સાબરકાંઠા જિલ્લા ના ઇડર શહેર માં યુવા પરિવર્તન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ઇડર પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં રોજ બે રોજ પત્રકારો ને બદનામ કરવા ના આશયથી ખોટા આવેદનો આપી તથા ખોટા કેસ કરી તથા પોલીસ દ્વારા પત્રકારો સામે અલગ અલગ ખોટી કલમો લગાડી ને પોતાની ફરજ બજાવતા પત્રકારો ને આતંકીત કરવા માટે કેસ કરવાની ધમકીઓ આપતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પત્રકારોમાં રહેલી અસલામતી ની ભાવના દૂર થાય તથા લોકો સુધી સાચી માહિતી પહોંચે તે માટે નક્કર કાર્યવાહી કરવા આવેદન દ્વારા રજુઆત કરવા માં આવી હતી