સાબરકાંઠા જિલ્લાના ઇડર માં પત્રકારો ની સુરક્ષા માટે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર અપાયું

Gujarat News

સમગ્ર દુનિયા આજે કોરોના જેવી મહામારીથી જજૂમી રહી છે ત્યારે ડોક્ટર, સફાઈકર્મી, પોલીસ અને આ બધાની સાથે પત્રકારો એ પણ મહત્વનુ યોગદાન આપેલ છે. મહામારીના આ સમયમાં પણ મીડિયા ધ્વારા સરકાર માથી મળતી માહિતી અને અન્ય માહિતી લોકો સુધી પહોચાળવામાં આવેલ છે. આ વિપત્તિના સમયમાં કેટલાક કાળા બજારિયા અને ભ્રસ્ટ લોકોને મીડિયા ધ્વારા ખુલ્લા પાડવામાં પણ આવ્યા. જેથી કેટલાક કાળા બજારિયા અને ભ્રસ્ટ લોકો બદલાની ભાવનાથી તથા પોતાના કાળા કામોને છુપાવવા અને પત્રકારોને બદનામ કરવા તથા દબાવ બનાવી રાખવાના આશયથી ખોટા આવેદનપત્રો આપી તથા ખોટા કેસ કરી રહેલ હોય તેમ જણાઈ આવેલ છે. જો પત્રકાર પોતાનું જ સ્વમાન નહિ જાળવી શકે તો પ્રજાની પીડાને વાચા કોણ આપશે
ગુજરાતમા લોકશાહીના ચોથા સ્તંભ સમાન પ્રેસ અને મીડિયાની આઝાદી જોખમમા મુકાઈ ગઈ હોય તેમ લાગી રહેલ છે સરકાર પણ તેને અતિ ગંભીર ગણીને ત્વરિત પગલા ભરે અને ગુજરાતમા પત્રકારો અને મીડિયા સલામત અને સુરક્ષિત છે એવો હકારાત્મક સંદેશો પણ સરકાર આપે તે જરૂરી છે
પોલીસ દ્વારા પત્રકારો સામે અલગ અલગ ખોટી કલમો લગાડીને પોતાની ફરજ બજાવતા પત્રકારોને આતંકીત કરવા માટે ખંડણી માંગવી , બ્લેકમેલ કરવા , ફરજમા રૂકાવટ જેવા કેસ કરવાની ધમકીઓ અપાતી હોવાનુ જાણવા મળી રહ્યુ છે પત્રકારો સામે કેસ કરવા અંગે ગૃહ વિભાગ પોલીસના માર્ગદર્શન માટે પરિપત્ર બહાર પાડે ફિલ્ડ પર પત્રકારોને સરકાર સુરક્ષા આપે અને મુકત રીતે કામ કરી શકે તેવુ વાતાવરણ ઊભુ કરવામા આવે દરેક જિલ્લાની પોલીસ એડવાઈઝરી કમિટીમા એક પત્રકાર-પ્રતિનિધિનો સમાવેશ કરવામા આવે તેમજ રાજય કક્ષાએ પણ આવી સમિતિ બને અને એમા પત્રકારોને પ્રતિનિધિત્વ મળે. એક્રેડિટેડ અને નોન-એક્રેડિટેડ પત્રકારોને વીમા યોજનામા સામેલ કરવામા આવે અને વીમાની રકમ રૂપિયા ૫ લાખ કરવામા આવે
પત્રકારોમા રહેલી અસલામતીની ભાવના દૂર થાય તથા લોકો સુધી સાચી માહિતી પહોચતી રહે તે માટે પત્રકારોની ઉપરોકત ભાવનાનો આદર કરીને આપ વ્યકિતગત રસ લઈને યોગ્ય અને તાકીદની નક્કર કાર્યવાહી કરશો એવી અપેક્ષા કરીએ છીએ.