ચોરીછૂપીથી કતલખાને લઇ જવાતા પશુઓને બચાવી રૂ ૧,૮૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરતી મેઘરજ પોલીસ.

Gujarat News

ચોરીછૂપીથી કતલખાને લઇ જવાતા પશુઓને બચાવી રૂ ૧,૮૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરતી મેઘરજ પોલીસ.

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ના સમય ની વ્યસ્તતા નો લાભ ઉઠાવવા ટેવાયેલા કેટલાક ઇસમો દ્વારા ચોરીછુપી થી ગેરકાયદેસર રીતે પરપ્રાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ તથા પશુધનને કતલખાને લઇ જવાતું હોવાથી હકીકત આધારે અંતરિયાળ રસ્તા ઓમાં અવારનવાર નાકાબંધી વાહન ચેકીંગ કરવા સુચનાઓ આપવામાં આવેલ જેના અંનુસંધાને રાજસ્થાન રાજય તરફથી આવતા રસ્તાઓ ઉપર આજરોજ મેઘરજ ના ઈ.ચા. પોલીસ ઈન્સ્પેક્ટર જે.પી.ભરવાડ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા બાતમી ના આધારે રોયણીયા ગામની સરહદે રાજસ્થાન થી આવતાં પીકઅપ ડાલા.ગાડી નંબર GJ01ET9534 ની કિંમત રુપિયા 1,50,000 નીમાં તેના ચાલક તથા એક અન્ય ઈસમો ગે .કા અને વગર પાસ પરમીટે ગાયો નંગ-4 તથા બળદ નંગ -1એમ કુલ પશુ નંગ -5 કિંમત રુપિયા 35000/__ ના દોરડાઓ વડે મુશકેટાટ મરણતોલ હાલતમાં ઘાસચારા કે પાણીની સગવડ વિના બાંધી કતલખાને લઇ જતાં રસ્તામાં પોલીસની ગાડી જોઈ પોતાના કબજા વાહન પુરઝડપે ભગાડી આગળ જતા ડાલુ મૂકીને નાસી જઇ ગુન્હો કરેલ હોઇ જે બાબતે મેઘરજ પોલિસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)