સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ પાંચ કેસ નોંધાયા

Uncategorized

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ પાંચ કેસ નોંધાયા

સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કુલ ૭૮ કેસ નોંધાયા છે
૨૦ દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યા છે

સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્ર્મણના કેસ વધી રહ્યા છે. આ સંક્ર્મણને ફેલાતુ રોકવા માટે વહિવટી તંત્ર યુધ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. લોકોમાં કોરોનાને લઈને જાગૃતિ ફેલાવો, સેનિટાઇઝેશન , ફરજીયાત માસ્ક વગેરે બાબતે ખાસ ધ્યાન લેવામાં આવી રહ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વધુ કેસો સામે આવી રહ્યા છે. જેમાં આજે નવા ૫ વધુ કેસ સામે આવ્યો છે. જેમાં ખેડબ્રહ્મા તાલુકામાં નવા ત્રણ કેસ જેમાં નાકા ગામે ૨ અને અંબઈગઢા ગામે ૧ જ્યારે વિજયનગરના ખેરવાળામાં ૧ અને તલોદના મહિયલ ગામમાં કોરોનાનો ૧ પોઝીટીવ કેસ સામે આવ્યો હતો.
આમ અત્યાર સુધીમાં તાલુકાવાર કોરોનાનો આંકડો જોઇએ તો પ્રાંતિજ તાલુકાના ૨૩, હિંમતનગરમાં ૨૦, ખેડબ્રહ્માના ૧૦, ઇડરના ૯, તલોદના ૭, વિજયનગર ૫, જ્યારે વડાલી ૩,પોશીના તાલુકાના ૧ કેસ એમ કુલ ૭૮ કેસ જિલ્લામાં નોંધાયા છે.
જિલ્લામાં હાલ ૩૧ કન્ટેઇનમેન્ટ ઝોન છે. જેમાં આરોગ્ય વિભાગની ૨૧૮ ટીમો દ્રારા૧૦૪૫૭ ઘરોનો સરવે કરી ૫૧૩૯૦ લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે. હાલમાં ૧૧૧ લોકો ગવર્મેન્ટ ક્વોરનટાઇનમાં છે. જ્યારે ૨૩૫૯ લોકો હોમ ક્વોરન્ટાઇનમાં છે.
આમ અત્યાર સુધી સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના ૭૮ દર્દી નોંધાયા છે. ૨૦ દર્દી સાજા થઈને ઘરે ગયા છે. તેમજ કોરોના ત્રણ દર્દીનુ દુ:ખદ અવસાન થયુ છે. હાલ જિલ્લાના ૫૦ દર્દી સારવાર હેઠળ છે.