સાબરકાંઠા જિલ્લામાં ૦૪ દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતાં સિવિલ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરાયા.

Uncategorized

સાબરકાંઠા જિલ્લામાં ૦૪ દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતાં સિવિલ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ
આગિયોલ ગામની એક મહિલા, પલ્લાચર ગામના એક પુરૂષ, પોગલુ ગામના એક મહિલા તથા વદરાડના એક પુરૂષે કોરોનાને પરાસ્ત કરતાં ઘરે મોકલાયા.
કોરોનાને માત આપનાર દર્દીઓને હોસ્પિટલમાંથી ચાર ત્રિપલ લેયર માસ્ક અને હેન્ડ સેનેટાઈઝરની બોટલ આપવામાં આવી
હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી આજે ૦૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. COVID-19ની સારવાર બાદ ભારત સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ સ્વસ્થ જણાતાં આગિયોલ ગામની એક મહિલા, પલ્લાચર ગામના એક પુરૂષ, પોગલુ ગામના એક મહિલા તથા વદરાડના એક પુરૂષને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સાથે જ તેમને સરકારશ્રી તરફથી હેન્ડ સેનેટાઈઝરની બોટલ અને માસ્ક સહિતની વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવી છે.
ભારત સરકારશ્રીની નવી માર્ગદર્શિકા મુજબ આરોગ્યની તપાસણી કરતાં ચાર જેટલા દર્દીઓ સ્વસ્થ જણાતાં હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામના ૧૮ વર્ષિય સોહનલાલ તુલસીરામ પ્રજાપતિ, પલ્લાચર ગામના ૨૪ વર્ષિય અજયસિંહ સંજયસિંહ રાઠોડ, પોગલુ ગામના ૫૮ વર્ષિય કાંતાબેન બબાભાઇ વણકર અને હિંમતનગર તાલુકાના આગિયોલ ગામના ૩૨ વર્ષિય સુમિત્રાબેન લાલસિંહ પરમાર સિવિલ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ તમામ દર્દીઓ એસિમ્ટોમેટિક હતા, છેલ્લા ત્રણ દિવસમાં તાવ આવ્યો ન હતો.
સિવિલ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા આ તમામ દર્દીઓને આગામી ૦૭ દિવસ સુધી હૉમ ક્વોરન્ટાઈન રાખવામાં આવશે. તકેદારીના ભાગરૂપે સરકારશ્રી તરફથી ૦૪ ત્રિપલ લેયર માસ્ક અને એક હેન્ડ સેનેટાઈઝરની બૉટલ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. સાથે સાથે ઘરે ગયા બાદ રાખવાની થતી સાવચેતી અને સુચનાઓ અંગેનો કાગળ પણ દર્દીઓને આપવામાં આવ્યો હતો.

અહેવાલ. ઝાકીર મેમણ ઇડર